સુવિચાર :- "વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે સબંધ છે કેટલો? માછલીને પાણીના સબંધ જેટલો. - એમ.જે. ડેરવાળીયા

Wednesday 16 May 2018

રાષ્ટ્ર ધ્વજનો ઇતિહાસ

v  ગુજરાતી પારસી મહિલા મેડમ ભીખાઇજી કામાએ સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરી હતી.
v  મેડમ ભીખાઇજી કામાએ ઇ.સ.1907માં જર્મનીના સ્ટુટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો ફરકાવ્યો હતો.
v  ત્યાર બાદ ઇ.સ.1929માં જવાહરલાલ નહેરૂ દ્વારા 31, ડિસેમ્બર 1929ના રોજ રાવી નદીના તટ ઉપર ભારતમાં સૌપ્રથમ ત્રિરંગો લહેરાવવામાંઆવ્યો હતો. જેમાં ચક્રના સ્થાનેચરખો હતો.
v  સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા રાષ્ટ્ર ધ્વજની ડિઝાઇન નક્કી કરવા ઝંડા સમિતિ ની રચના કરવામાં આવી. ઝંડા સમિતિ ના અધ્યક્ષ જે.બી.કૃપલાણી હતા. સ્વતંત્રતા પછી મિંગલી વેંકૈયા દ્વારા રાષ્ટ્ર ધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.
v  પંડિત જવાહરલાલ નહેરૂ દ્વારા 22, જુલાઇ 1947ના રોજ ચરખાના બદલે અશોકચક્ર વાળા નવા રાષ્ટ્રધ્વજનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો, જે બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં આવ્યો.
v  બંધારણના અનુચ્છેદ-19(1)(A) અંતર્ગત રાષ્ટ્ર ધ્વજ ફરકાવવો દરેક નાગરિકનો મૂળભુત અધિકાર છે.
રાષ્ટ્રધ્વજનું માન-સન્માન જળવાઇ રહે તે માટે ભારત સરકાર દ્વારા ભારતીય ધ્વજ સંહિતા,2002 બનાવવામાં આવી છે.

Friday 5 April 2013


બાલદોસ્તો, શિયાળાની ઋતુ એટલે ચણા ખાવાની ઋતુ. તો ચાલો આપણે તેનું અભિનયગીત માણીએ :::::::
चना किसने बोया किसने बोया किसने बोया रे |
चना हमने बोया तुमने बोया सबने बोया रे |
      इस चने को किसने बोया ?
      इस चने को हमने बोया |
हाँ भाई हाँ चना हमने बोया तुमने बोया सबने बोया रे |
      इस चने को कैसे सिंचा ?
      इस चने को ऐसे सिंचा |
हाँ भाई हाँ चना ऐसे सिंचा ऐसे सिंचा ऐसे सिंचा रे |
      इस चने को कैसे काटा ?
      इस चने को ऐसे काटा |
हाँ भाई हाँ चना ऐसे काटा ऐसे काटा ऐसे काटा रे |
      इस चने को कैसे पिसा ?
      इस चने को ऐसे पिसा |
हाँ भाई हाँ चना ऐसे पिसा ऐसे पिसा ऐसे पिसा रे |
      इस आटे को कैसे गूंदा ?
      इस आटे को ऐसे गूंदा |
हाँ भाई हाँ आटा ऐसे गूंदा ऐसे गूंदा ऐसे गूंदा रे |
      यह रोटी तो कैसे पकी ?
      यह रोटी तो ऐसे पकी |
हाँ भाई हाँ रोटी ऐसे पकी ऐसे पकी ऐसे पकी रे |
       इस रोटी को किसने खाई ?
       इस रोटी को मैंने खाई |
       इस रोटी को तुमने खाई |
       इस रोटी को सबने खाई |
हाँ भाई हाँ रोटी हमने खाई तुमने खाई सबने खाई रे |
શ્રી રૂપાવટી પ્ર. શાળાની આ વિદ્યાર્થીની યોગાસન સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ આવી.

Tuesday 9 October 2012

saradar patel


૩૧ મી ઓક્ટોબરની સરદાર પટેલ જયંતિ નિમિત્તે તેમના ચરણોમાં નતમસ્તકે અર્પણ
          સરદાર વલ્લભભાઈ  પટેલ           આલેખન  -  મુકેશ ડેરવાળિયા
    ભારત ભોમની રક્ષા કાજે કોણ રે ઉઠશે ભાઈ આવી વેદનાના ભણકારા જયારે કાને સંભાળતા ત્યારે એક ભડવીર ભારતમાં ૩૧ મી ઓક્ટોબર ૧૮૭૫ ના રોજ બેઠો થયો અને તે બીજું કોઈ નહિ પરંતુ આપણો સરદાર, ખેડૂતોનો સરદાર અને આખા દેશનો તારણહાર સરદાર વલ્લભભાઈ પટેલ.
     માતા લાડબાઈની કૂખે જન્મેલા વલ્લભભાઈ પટેલને પિતા ઝવેરબાપાએ એવો તો કયો પાઠ ભણાવ્યો કે જેનાથી ભારતની જનતાએ આઝાદી મેળવવા માટેનું પયપાન કીધું.
     વલ્લભભાઈ એટલે બીજું કોઈ નહિ પરંતુ આત્મવિશ્વાસનો ઊંડો દરિયો. એકવાર પ્રતિજ્ઞા લીધી પછી ખલાસ. જ્યાં સુધી પ્રતિજ્ઞા પૂરી ન થાય ત્યાં સુધી તેની ઊંઘ પણ અધૂરી જ રહે. પ્રતિજ્ઞા લે એટલે એમના અંતર-આત્મામાંથી એક જ સૂર નીકળે કે-                            
                                                       અમે લીધી પ્રતિજ્ઞા પાળીશું રે,
ભલે કાયાના કટકા થાય.
ભલે વરસે વરસાદ મહા જુલ્મનો રે,
ભલે પછી થાવાનું હોય તે થાય.”
   વલ્લભભાઈ પટેલે લોકો પર એવા તો કયા કામણ કર્યા કે લોકો કહેવા લાગ્યા, “ બાપ....
                             તપાવે યા ડૂબાડે કે અમોને ભટ્ઠીમાં બાળે,                                     અમારે જીવવું મરવું, બસ વલ્લભની સાથે.”
    લોખંડી છાતી અને મરદનો બચ્ચો જયારે સત્યાગ્રહ લડ્યો, તે પછી ખેડા સત્યાગ્રહ હોય કે બારડોલી સત્યાગ્રહ હોય, ધરાસણા સત્યાગ્રહ હોય કે બીજો કોઈપણ આઝાદીનો પ્રસંગ, પણ ભાગ લે ત્યારે વલ્લભભાઈ વિશે એક જ નારો ગગનમાં ગૂંજતો-
આવે, આવે, મરદ આવે,
ખેતર છોડી ખેડૂત આવે,
આખો વીર સમાજ આવે,
પૂર્ણ સ્વરાજ લઈને આવે.”
    વલ્લભભાઈ પટેલ એટલે જાણે ગુજરાતનો ગીરનાર, એકલો અડિખમ ઉભો રહીને આખી અંગ્રેજ સત્તા સામે ટક્કર જીલનાર એવાને આપણે ગીરનાર”  ન કહીએ તો બીજું શું કહીએ? વલ્લભભાઈને જો ગીરનાર ગણીએ તો તેની ગર્જના કેસરી જેવી જ હોય અને માટે જ કહેવાય છે કે-
    કોની હાંકે મડદા ઉઠ્યા,કાયર કેસરી થઇ તાડૂક્યાં,
      કોની રાડે કપટી જૂઠ્ઠાં, જાલીમોના ગાત્ર વછૂટ્યા?
      ખેડૂતોના  તારણહાર  જય સરદાર જય સરદાર
   આજે પણ ખેડૂતોના સરદાર તરીકે ઓળખાતા વલ્લભભાઈને ગુજરાત રાજ્યે તેમનું નામ ગુજરાતના ઇતિહાસ જગતમાં અમર રાખવા માટે તેમનું વિશાળ સ્મારક સરદાર સરોવર પર બનાવવાનો નિર્ણય કર્યો છે.
    વલ્લભભાઈ પટેલનું અવસાન ૧૫ મી ડીસેમ્બર ૧૯૫૦ ના રોજ થયું. પરંતુ તેના આ સમાચાર સાંભળી કદાચ માં ભારતી પણ વેદના પામી હશે કે-
                  બેઠી પનોતી હાય દુર્દશા આખે દેશ,
             જ્યાં જોઉં ત્યાં સ્વાર્થ ભટકતો ભિન્ન ભિન્ન વેશ.” પણ મારા વહાલા લોક સમુદાય, વલ્લભભાઈનું  એક વાક્ય આપણે જીવનમાં ઉતારીશું તો હું માનીશ કે વલ્લભભાઈને સાચી શ્રદ્ધાંજલિ મળી ગઈ-
સૂતેલા જાગજો સિહો,મરેલા ઉઠજો મર્દો,
પકડજો સત્યના શસ્ત્રો , આપણા દેશને માટે.”